ફૂલ (Flower)

ફૂલ  (Flower)

ઉગે છે એ કોઈકના માટે,
ને કોઈ તેને તોડી જાય છે .

કોમળતા ફૂલની શું પરખે એ માનવી,
જે કુસુમ પુરા માનવને પારખી જાય છે .

સુંદરતા મળે છે જેનાથી એ કુસુમને ,
એ કાટી ફેકી દેવાય છે .

અને કાંટા સમી સાથી વગરના પુષ્પને ,
એકલું અટુલું કેશમાં લટકાવી દેવાય છે .

કોકને અંગન ફૂલોના બગીચા,
તો કોકને ફૂલની અછત વર્તાય છે .

પણ આંગણે નથી જેને ફૂલોના બગીચા,
તેને જ ફૂલોનો મહિમા સમજાય છે .

પણ શું કરે બિચારું એ ફૂલ,
જે કોઈકવાર ખરીદી કોઈકવાર વેચાય છે .

આંસુ વહાવે ફૂલો તે છતાં ,
માનવને પાંદડીમાં જીર્ણ સ્મિત દેખાય છે .

ફૂલને મન તો એક જ ફક્ત ,
ઈશ્વરનું ચરણ સુખ ગણાય છે .

પણ એ સુખ કયાંથી મળે પુષ્પ જો કે ,
ચરણોમેં  ચઢતાં  પહેલા ભમરો તેની સૌરભ લુટી જાય છે .

પણ આહી કોને  "બિચારા ફૂલોની "
આ "વિવશતા"  સંજય છે .

ને આ સૌંદર્યના  પ્રતિક ચીમળાઈ જતા ,
કોઈ "ગટર " પાસે ફેકી દેવાય છે .