લુઈ પાશ્ચર જન્મ : 27 ડીસેમ્બર, 1822
રસીકરણ અને પસ્ચુરાઈઝેશને સેકડો જિંદગી બચાવી લીધી .
લુઈ પાશ્ચર તે વિશ્વ વિખ્યાત ફ્રેંચ વિજ્ઞાની હતા .
માનવજાતિનું ભલું કરનારાઓની પસંદગી કરવાનું કોઈકને કહેવામાં આવે તો લુઈ પાશ્ચરનું નામ ચોક્કસપણે અગ્રહારોળમાં હોય જ . તેમણે હડકવા, અન્થ્રેક્ક્ષ, ચિકન કોલેરા અને સીલ્ક્વર્મ જેવા રોગોનું રહસ્યનું સમાધાન શોધ્યું હતું . દુનિયાની પહેલી રસી (વેક્સીન ) શોધવાની દિશામાં પણ પ્રદાન કર્યું હતું . તેમને આધુનિક જીવવિજ્ઞાન અને જીવારાસયાણશાસ્ત્રની આધારશીલા મૂકી હતી . લુઈ પાશ્ચરે જ આથો આવવાની ક્રિયા, શરાબ બનવાની ક્રિયાને વૈજ્ઞાનિક ઓપ આપ્યો . પાશ્ચરના સંશોધનોએ વિજ્ઞાનની ઘણી બધી શાખાઓને ઓપ આપ્યો . પાશ્ચરની સિદ્ધિઓમાં પ્રથમ નજરે વ્યાપક વૈવિધ્ય જોવા મળે છે, પરંતુ તેની કારકિર્દી ના ઉડાણમાં નજર નાખવામાં આવે તો તેની શોધોમાં એક તાર્કિક ક્રમ જળવાયેલો છે .
પાશ્ચરને એવો વિચાર સ્ફ્રુયો કે , જંતુઓ જો આથો આવવાનું કારણ હોઈ શકે તો ચેપી રોગોનું કારણ પણ હોઈ શકે . અને કેટલાક રોગોના કિસ્સામાં આ સાચું પણ માલુમ પડ્યું . રોગ ફેલાવતા જંતુ અને વાઈરસના લક્ષણોનો અભ્યાસ કાર્ય બાદ લુઈ અને અન્યોના ધ્યાનમાં આવ્યું કે લોકો અને પ્રાણીઓની પ્રતિકારક્ષમતા વધારવા ચેપ ફેલાવતા જંતુઓના પ્રયોગશાળાના સ્વરૂપોનો ઉપયોગ કરી શકાય .
આ તમામ સિદ્ધિ પાશ્ચરની તેજસ્વીતા તરફ અંગૂલીનિર્દેશ કરે છે . પાશ્ચરના સંશોધનોને પગલે જ સ્ટીરીયોકેમેસ્ટ્રી, માઈક્રોબાયોલોજી, બેક્ટેરીયોલોજી, વાઈરોલોજી, ઇમ્યુનોલોજી તેમ જ મોલેક્યુલર બાયોલોજી જેવી વિવિધ વિજ્ઞાન અને તબીબી શાખાઓનો ઉદય થયો . વધુમાં તેમને શોધેલી રસીકરણ અને પસ્ચુરાઈઝેશન જેવી પ્રક્રિયાને પગલે લાખો લોકોનો રોગોથી બચાવ પણ થયો .