ALBERT EINSTEIN (અલ્બર્ટ આઈનસ્ટાઇન)

અલ્બર્ટ આઈનસ્ટાઇન              જન્મ : 14 માર્ચ, 1979


 સાપેક્ષતાના સિદ્ધાંતે તેમને ખૂબ ખ્યાતિ  અપાવી 


                         અલ્બર્ટ આઈનસ્ટાઇનનો જન્મ જર્મનીના વ્લીટમ્બેર્ગમાં ઉલ્મ ખાતે થયો હતો . 1905માં તેમને ડોકટરેટની પદવી મેળવી હતી . 1933 સુધી તેઓ બર્લીનમાં રહ્યા હતા, પરંતુ ત્યારબાદ રાજકીય કારણોસર જર્મન નાગરિક્ત્વ છોડીને તેઓ અમેરિકા સ્થળાંતર કરીને પ્રીસ્ટોના ખાતે ભૌતિકશાસ્ત્ર સિદ્ધાંતોના અધ્યાપક તરીકે જોડાયા હતા . 1940માં તેઓ અમેરિકી નાગરિક બન્યા હતા . 1945માં પોતાના પદ પરથી નિવૃત થયા હતા .

                        દ્રિતીય વિશ્વયુદ્ધ બાદ આઈનસ્ટાઇને વિશ્વ સરકાર ની ચળવળમાં અગત્યની ભૂમિકા નિભાવી હતી . તેમને ઇઝરાયલના પ્રમુખપદની ઓફર થઇ હતી .જેનો તેમને સાફ ઇનકાર કરી દીધો હતો . તેમણે ' હિબ્રુ યુનિવર્સીટી ઓફ જેરૂસલેમ ' ની સ્થાપના માટે ડો . ચઈમ વેઈઝ્માનનો સહયોગ આપ્યો હતો .
                  
                       પોતાના વૈજ્ઞાનિક સંશોધનના પ્રારંભે આઈનસ્ટાઇને  ન્યુટનના  સિદ્ધાંતોની નબળાઈઓને પિછાણી લીધી અને ન્યુટનના 'લો ઓફ મિકેનિક 'ની સાથે 'લો ઓફ ઇલેકટ્રોમેગ્નેટિક ફિલ્ડ 'ના સિદ્ધાંતને સરખાવવા જતા જ આઈનસ્ટાઇનના  સાપેક્ષતાના વિશેષ સિદ્ધાંતનો ઉદભવ થયો હતો . તેમના સંશોધનોએ જ પ્રકાશ અંગેના 'ફોટોન' સિદ્ધાંતની આધારશીલા મૂકી હતી . ફોટો ઇલેક્ટ્રિક અસરના સંશોધન બદલ જ તેમને નોબેલ પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા . 

                         આઈનસ્ટાઇનના સંશોધન પુસ્તકમાં સ્પેશ્યલ થીયરી ઓફ રીલેટીવીટી  (1905)થી માંડીને ધ ઇવેલ્યુશન ઓફ ફિઝીક્સ (1938) નો સમાવેશ થાય છે . ન્યુજર્સી, પ્રિન્સ્ટોન ખાતે 18મી એપ્રિલ , 1955ના રોજ તેમનું મૃત્યુ થયું હતું .



ALBERT EINSTEIN      Born : 14 March, 1879

His Theory of relativity has earned him great fame


                        Albert Einstein was born at UIM,in wirttemberg, Germany In 1905 he obtained his doctor's degree. He remained in Berlin until 1933 when he renounced his citizenship for political reasons and emigrated to America to take the position of professor of Theoretical Physics at Princeton. He become a United states citizen in 1940 and retired from his post in 1945.
                        
                        After world war II, Einstein was a leading figure in the world Government Movement, he was offered the presidency of the state of israel, which he declined, and he collaborated with Dr. Chaim Weizmann in establishing the Herbrew University of Jerusalem.

                         At the start of his scientific work, Einstein realized the inadequacies of Newtonian mechanics and his special theory of relativity stemmed from an attempt to reconcile the laws of the electromagnetic field. His observations laid the foundation of the photo theory of light. he was awarded the noble prize for photo electric effect. Einstein's researches are, of course, well chronicled and his more important works include special theory of relativity (1905) and the Evolution of Physics (1938).
                       
                        He died on April 18, 1955 at Princeton, New Jersey.