Thomas Alwa adition

થોમસ આલ્વા એડિસન
જન્મ : 11 ફેબ્રુઆરી 1847

એડિસન મૃત્યુ પામ્યા ત્યારે અંજલિરૂપે વીજપ્રકાશને ઝાંખો કરી દેવાયો હતો .

                        બેન ફ્રેન્કલિનની જેમ થોમસ આલ્વા એડિસન એક વિજ્ઞાની અને સંશોધક એમ બંને હતા. એડિસનના સંશોધનોએ તેમના જીવનકાળ દરમિયાન જ ભારે પરિવર્તનો આણ્યા હતા. એડિસનનો જન્મ થયો ત્યારે સમાજ વીજપ્રવાહ કોઈક નોવેલ્ટીના રૂપમાં જોતો હતો, પરંતુ એડિસન જયારે મૃત્યુ પામ્યા ત્યારે નગરો વિજપ્રકાશથી ઝળહળતા હતા. આ દિશામાં સંધાયેલી પ્રગતિનો મહ્દ યશ એડિસનને જાય છે.  જીવનકાળ દરમિયાન એડિસને 1093 જેટલી પેટન્ટ મેળવી લીધી હતી અને તેથી જ તેમને ઉપનામ          "ધ વિઝાર્ડ ઓફ મેનલો પાર્ક " આપવામાં આવ્યું હતું .
                     
                        વિધુત બલ્બઅને ગ્રામાફોનની શોધે તેમને મશહુર બનવ્યા હતા . 'મોશન ફિલ્મ' નિહાળવા એડિસને 'કઈનેસ્ટોસ્કોપ'  પણ વિકસાવ્યું હતું . તેમણે ટેલીગ્રાફ અને અલેક્ઝાન્ડરગ્રેહામ બેલના ટેલીફોનની મૂળ રચનામાં પણ ફેરફાર કર્યા હતા એડિસન કયારેક 20 કલાક પરિશ્રમ કરતા હતા. એડિસને એવું કહેતા ટાકવામાં આવતા હતા કે , ''સર્જક એક ટકા પ્રેરણા 99 ટકા પરિશ્રમનો સહારો લેતા હોય છે . '' આ નોધપાત્ર અમેરિકનને આંજલી આપતા એડિસનના મૃત્યુના થોડા દિવસે પછી 21  ઓક્ટોમ્બર ,1931ના રોજ સમગ્ર અમેરિકામાં 1 મિનીટ સુધી વીજપ્રકાશને ઝાંખો કરી દેવામાં આવ્યો હતો.
                       એડિસનના ગ્રમાફોને સંગીતને મધ્યમવર્ગ સુધી પહોંચાડી દીધું હતું . ટંગસ્ટન ના મળી આવ્યું ત્યાં સુધી પોતાના વિધુત બલ્બ માટે યોગ્ય વિજ્વાહક ફિલામેન્ટ શોધવા એડિસને ભારે જહેમત કરી હતી . એડિસને 'એડિસન લાઈટ કંપની' ની  સ્થાપના કરી હતી . જેણે ખુબ જ ઝડપથી 'જનરલ ઇલેક્ટ્રિક કંપની 'નું સ્વરૂપ લઇ લીધું હતું .