જન્મ : 4 જાન્યુઆરી, 1642
ગુરુત્વાકર્ષણ અને ગતિના નિયમની શોધ કરી .
આઈઝેક ન્યુટનનો જન્મ લિંકનશાયરના વુલ્સથોર્પ ખાતે તત્કાલીન જુલિયન કેલેન્ડર મુજબ 25 ડીસેમ્બર, 1642 તેમ જ હાલના ગ્રેગરીયન કેલેન્ડર મુજબ 4 જાન્યુઆરી, 1643ના રોજ થયો હતો . ગણિત અને ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રે તેમણે કરેલા સંશોધનોએ જ આધુનિક વિજ્ઞાનના પાયાનું સર્જન કરીને જગતમાં ક્રાંતિ આની હતી .
એક વિજ્ઞાની તરીકે ન્યુટને લીબ્નીત્ઝ્ની સાથે સંશોધન કરીને સંકલિત ગણકયંત્ર બનાવ્યું હતું . ગેસમાં અવાજની ગતિ શોધી કાઢવા તેમને એક ફોર્મુલા શોધી કાઢી હતી . લાપ્લેસે આગળ જતા ફોર્મુલા સુધારી હતી .
ન્યુટને સૈદ્ધાંતિક ખગોળવિદ્યા પર ભારે અસર જન્માવી હતી . તેમણે ગતિના નિયમો અને ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતની ખોજ કરી હતી . તેને બળે સુર્યની આસપાસ તારા અને ગ્રહોની ગતિની ધારણા થવી સંભવ બની હતી . ન્યુટને પોતાના સંશોધનબળે પ્રથમ ' રીફ્લેકિટગ ટેલીસ્કોપ 'નું સર્જન કર્યું હતું .
ન્યુટને વેરણછેરણ હકીકતો અને નિયમો ધરાવતું વિજ્ઞાન વરસમાં મળ્યું હતું . પરંતુ ન્યુટને વિજ્ઞાનને એકીકૃત પદ્ધતિઓ અને નિયમોના ઢાંચામાં હતું , નિયમો અનેક ભૌતિક પદાર્થો પર લાગુ કરી શકાય તેવા હતા તેમ જ જેની મદદથી ચોક્કસ ધારણાઓ કરવી સંભવ બની હતી . ન્યુટને પોતાના કાર્યોને 'ઓપ્તીક્સ ' અને 'પ્રીન્સીપિયા ' નામે પુસ્તક સ્વરૂપ આપ્યું હતું .
20 માર્ચ , 1727ના રોજ ન્યુટનનું લંડન ખાતે અવસાન થતા વેસ્ટ મીનીસ્ટર એબે ખાતે તેમને દફન કરવામાં આવ્યા હતા . આ મુજબનું મરણોતર સન્માન પામનારા ન્યુટન પ્રથમ વિજ્ઞાની હતા . એન્સ્યાક્લોપીડીયા ઓફ સાયન્સને પણ બે ત્રણ વાર ન્યુત્નની નોધ લેવી પડી હતી . કોઈ વ્યક્તિગત વિજ્ઞાનીને આવું સ્થાન મળેલું નથી .
SIR ISSAC NEWTON