Happy Teachers Day

Happy Teachers Day  

શિક્ષક દિન 

 5 September



"વો કોન  સા  પદ હૈ જિસકી છાયામે મિલતા હૈ જ્ઞાન ,

વો કોન  સા  પદ હૈ જો કર્યે સહી દિશામેં  પહચાન ,

વો કોન  સા  પદ હૈ જો કરતા હૈ દેશોકા નિર્માણ ,

ઇસ પદ કા  નામ હૈ ગુરુ ."


  શિક્ષક એ ત્રણ અક્ષરો નો  બનેલો શબ્દ છે .
                 શિ  :- શિસ્ત 
                 ક્ષ :- ક્ષમા 
                 ક :-   કરુણાવાન 

             શિક્ષક ને  બીજા અર્થમાં  માસ્તર કહીએ છીએ . માસ્તર એટલે માં + સ્તર  આમ માના સ્તર સુધી પહોચે તે માસ્તર .
ભૂદાન પ્રણેતા વિનોબાજીએ કહ્યું છે કે 

 " શીલવાન સાધુ હોય છે,

પ્રજ્ઞાવાન જ્ઞાની હોય છે,

કરુણાવાન માં હોય છે,

પરંતુ શિક્ષક તો સાધુ, જ્ઞાની અને માં ત્રણેય હોય છે ."

                       
                            એક ઉત્તમ શિક્ષક હંમેશા પોતાના ઉત્તમ અને ઉમદા વિચારો પોતાના વિદ્યાર્થીઓના  મનમાં ઉતારે છે અને તેમનું એક ઉત્તમ નાગરિક તરીકે ઘડતર કરે છે . શિક્ષક્ના  હાથ હેઠળથી ઘણા એન્જિનિયર , ડોક્ટર , મહાન વૈજ્ઞાનિક , સફળ ઉધોગપતિ વગેરે બને છે . આમ શિક્ષક રાષ્ટ્રનો ,ભવિષ્યનો ઘડનારો છે . 


એટલે જ શિક્ષક માટે કહેવાયું છે કે 

"સંસારમાં સૌથી શ્રેષ્ઠ શિક્ષક  છે  તે અન્યને ઉચ્ચ પદવી આપે છે પણ પોતે તો શિક્ષક જ રહે છે . "

                   શિક્ષક પાસે શિક્ષક અને વિદ્યાર્થીનું  દ્રીમુખી વ્યક્તિત્વ રહેલું છે . એટલે શિક્ષક હંમેશા વિદ્યાર્થીની જેમ શીખતો રહે છે અને શિક્ષકની જેમ શીખવાડે પણ છે . શિક્ષક એ જીવનભરનો અભ્યાસી છે . એક પૂર્ણ શિક્ષક એટલે હરતી ફરતી લાઈબ્રેરી . તેનું વાંચન , મનન , ચિતાન એટલું બધું પ્રોઢ હોય તે નાનું સરખું મસ્તિષ્ક જાણે વિશાલ જ્ઞાનાલય હોય તેવી પ્રતીતિ થયા કરે છે .શિક્ષક એ બાગના મળી જેવો છે જે જ્ઞાનરૂપી ખાતર દ્વારા વિદ્યાર્થીની સિંચન કરી જીવનરૂપી ગુલાબ ખીલવે છે . શિક્ષક બાળકને અજ્ઞાનરૂપી અંધકારમાંથી મીણબત્તીની જેમ જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઇ જાય છે . તેના જીવનમાં તેજ પાથરે છે . 




એલેક્ઝાંડરે કહ્યું છે કે 

 "મારો જન્મ માતાપિતા ને આભારી છે પણ મારું જીવન તો મારા શિક્ષક ને આભારી છે . "

                            એક મનુષ્યના શરીર ને ધબકતું રાખનાર હૃદય છે . તેમ શિક્ષકરૂપી હદય બાળકને સતત ધબકતું રાખે છે અને તે બાળકને જ્ઞાનનું પરિવહન અને માનવજીવન માટે નવીનત્તમ પ્રવાહો ઉભા કરવાનું કાર્ય કરે છે। તેથી શિક્ષક એ સમાજ નો શિલ્પકાર કહેવાય છે .શિક્ષક કોઈ દિવસ પોતાનું કલ્યાણ ઈચ્છતો નથી પરંતુ તે ઈચ્છે છે કે "મારું કલ્યાણ ના થાય તો કઈ નહિ પરંતુ બાળકનું કલ્યાણ થાઓ . " વિદ્યાર્થી તો વર્ષમાં ત્રણ પરિક્ષઓ જ આપવાની હોય છે પણ શિક્ષકે તો ક્ષણે ક્ષણે પરીક્ષા આપવી પડે છે . શિક્ષક માં Creativity, Originality અને flexibility વગેરે જેવા ગુનો હોવા જોઈએ અને તે બાળકના મન સુધી પહોચાડવા જોઈએ . 


વિકાસ પામતા વિદ્યાર્થીની આત્માને ,

એની અંદર જે કાઈ ઉત્તમ છે તેને ,

પ્રગટ કરવામાં સહાય કરનાર મુખ્ય તો શિક્ષક જ છે .

આથી જ કહેવાય છે .

 "Teacher are Born, not made."

 

 

Thanks You