Wilbur Wright (વિલ્બર રાઈટ)

વિલ્બર રાઈટ 

જન્મ : 16 અપ્રિલ, 1867

( તેમણે હવા કરતાં વધુ વજનદાર પ્રથમ એરોપ્લેન ઉડાડ્યું . )

             વિલ્બર રાઈટનું  નામ તેમના ભાઈ ઓવ્રિલ સાથે પ્રથમ સમાનવ અને સ્વયંસંચાલિત વિમાન ઉડાડવા માટે ઈતિહાસનાં  પુસ્તકો અને દંતકથામાં અમર થઇ ગયું . લક્ષ્યને આંબવા માટેની એમની સતત મેહનતનું જ  ઐતિહાસિક ફળ ગણી શકાય . જો કે તેમની આ નોધપાત્ર ઉપલબ્ધિ ગણાય, પણ વિલ્બરે અનેક અવરોધો વટાવીને જીવનભર ઘણી ઉપલબ્ધિઓ અને સફળતાઓ હાંસલ કરી હતી .

             ઇન્ડિયાનાના મીલવિલામાં  જન્મેલા વિલ્બર બીશપ મિલ્ટન રાઇટ અને સુજેન કેથરિન રાઇટનું ત્રીજું સંતાન હતા . એમનો પરિવાર પછી ઓહાયોના ડેટનની હર્થોન સ્ટ્રીટ પર જઈ વસ્યો હતો .

             રાઇટ બંધુઓ , ઓર્વિલ (19 ઓગસ્ટ , 1871-30 જાન્યુંઆરી , 1947) અને વિલ્બર (16 અપ્રિલ ,1867- 30 મેં , 1912) ને 17 ડિસેમ્બર , 1903 ના રોજ પ્રથમ સ્વ નિયંત્રિત , સ્વયં સંચાલિત , હવા કરતા વધુ વજનદાર એવી સમાનવ ફ્લાઈટ  ઉડાડ્નત અમેરિકન તરીકે સામાન્ય રીતે ઓળખવામાં આવે છે . જો કે તેમના આ  સર્વપ્રથમ ના દાવા સામે બીજા કેટલાકના  પ્રતિદાવા પણ રજુ થયા છે . સર્વપ્રથમ વિમાન ઉડાડવાનો દાવો કરનાર બીજાઓને કારણે ઘણો વિવાદ પણ રહ્યો છે . ડેટનમાં 1892માં રાઇટ સાઈકલનો ધંધો શરુ કર્યો ત્યારથી જ તેમણે આકાશમાં ઉડવાનું સ્વપન ગુંજે બાંધ્યું હતું . એ વેળાએ આસપાસ સાઈકલની તો ઘણી દુકાનો હતી , પણ એકમાં જ પૈડાંની સાથે જ પાંખોવાળી સાઈકલ ધરાવતી હતી . 1903 માં એમનું પ્રથમ સ્વયં સંચાલિત વિમાન ઉડાડવાનું સ્વપન સાકાર થયું ત્યારથી દુનિયા નાની બની ગઈ .

            પિતાએ નાનપણમાં 1878માં કોર્ક અને વાંસનું ઉડતું રમકડું આપ્યું ત્યારથી રાઇટ બંધુઓનું વિમાન ઉડાડવાનું સ્વપન પ્રગટ્યું હતું .એ તો ભાંગ્યું , પણ તેને ઉડાડવાની યાદ જડાઈ ગઈ હતી . 

 

Wilbur Wright

Born : 16 April 1867 

(He flew the first aeroplane heavier than air)

Wilbur Wright, along with his brother Orville, launched into both history books ane legend with the first ever manned powered flight. The historic flight was the fruit of their unending devotion to the pursuit of their goals. Although this was his most notable accomplishment, wilbur led a life full of many achivements and triumps over adversity.

Wilbur Wright was born in Millville indiana. He was the third child of Bishop Milton Wright and Susan Catherine Wright. The family moved to Hawthorn Street in Dayton, Ohio.

The Wright Brothers, Orvile (August 19, 1871 -January 30, 1948) and Wilbur (April 16 , 1867- May 30, 1912), are Americans generally credited with making the first controlled, powered, heavier than air human flight on December 17, 1903.

Nevertheless, the Wright Brothers claim to this aviation "first" has been subject to counter claims by various parties. Much controversy persists around the many competing claims of early aviators.

Wilbur and Orvile Wright were two brother from the heartland of America with a vision as sweeping as the sky and a practicality as down to earth as the Wright Cycle Co. the bicycle business they founded in Dayton, Ohio, in 1892. But while there were countless bicycle shops in turn of the century America, in only one were wings being built as well as wheels. When  the Wright brothers finally realized their vision of powered human flight in 1903, they made the world a forever smaller place.

The Wright brothers had been fascinated by the idea of flight from an early age in 1878 their father, a bishop in the church of the United Brethren in Christ, Gave them a flying toy made of cork and bamboo. It had a paper body and was powered by rubber bands. The  young boys soon broke the fragile toy, but the memory of its faltering flight across their living room stayed with them.