પ્રેમ એટલે . . . .

 પ્રેમ એટલે . . . . 



પ્રેમ એટલે .......... પ્રથમવાર કરેલા ચુંબનમાંથી ગુંજેલો મીઠો- મૃદુ ચિત્તકાર 
પ્રેમ એટલે .......... અજાણ્યાને જીતવાનું સચોટ શસ્ત્ર 
પ્રેમ એટલે .......... અવ્યક્ત લાગણીનો અદ્રશ્ય ધોધ 
પ્રેમ એટલે .......... પ્રતિપળે દિલ પ્રતિ દિલ પલટાતી અનુભૂતિ 
પ્રેમ એટલે .......... સર્વસ્વ અર્પણ કરવાની જાહેરાત હેઠળ સર્વસ્વ પામવાનો નિર્દોષ માર્ગ
પ્રેમ એટલે .......... હૂંફના ઓઠા હેઠળ હક જમાવવાની કીનાખાબી ચાલ 
પ્રેમ એટલે .......... જુવાન હૈયાનું વશીકરણ 
પ્રેમ એટલે .......... પામવા કરતા ગુમાવવાની તૈયારી 
પ્રેમ એટલે .......... તર્જનીના ટેરવે અનુભવનું સ્પંદન 
પ્રેમ એટલે .......... કુંવારી છાતીમાં ધરબાયેલી યુવાનીનો મર્મ 
પ્રેમ એટલે .......... અંજપાની પરાકાષ્ઠા 
પ્રેમ એટલે .......... જીવનનો સૌથી નિર્દોષ છતાં સૌથી ઉતેજના પૂર્ણ એકરાર 
પ્રેમ એટલે .......... મૃગજળનાં દરિયાને પામવાનો પુરુષાર્થ 
પ્રેમ એટલે .......... એવો જુગાર કે જે એક ધડાકાએ જીતી સકતો નથી 

           દિલોજાન દોસ્તને ગુલાબી કાગળમાં કાલીઘેલી વાતો લખવી એનું નામ પણ પ્રેમ 
           ચુંબન એ કાનને બદલે હોઠને કહેવાયેલો પ્રેમનો તસતસતો એકરાર છે.
           પ્રેમ કરવા માટે ઉત્કૃષ્ટ કલાકારની કલા જોઈએ પરંતુ એને નિભાવવા માટે સંત જેવી સાધનાની જરૂર પડે.

પ્રેમ એટલે .......... 
        
            કોઈની વિસરી ગયાની યાદ અચાનક આવે એ પણ પ્રેમ .........
            ફરી ફરીને યાદ આવે તારી એવી ફરીયાદનુંય નામ છે પ્રેમ .........
            મન લીલુછમ થઇ જાય અને ટહુકી લેવાનું મન થાય એટલેય પ્રેમ .........
            જેની ગેરહાજરીમાં રીસ સર્જે એનું નામ પણ પ્રેમ .........
            જેને શ્રેષ્ઠ લેખકના સર્વશ્રેષ્ઠ શબ્દો પણ વ્યક્ત ના કરી શકે એ પણ પ્રેમ .........
            ટૂંકમાં પ્રેમ એટલે  .............
    
                                              પ્રેમ .........પ્રેમ .........પ્રેમ .........!!