ભારતમાતાનાં ચરણોમાં

 ભારતમાતાનાં ચરણોમાં 


            "નવયુવાન ! તેં કોના કહેવાથી કે કોના ઉશ્કેરાટમાં આવીને પોતાની જવાનીને ફાંસીના માંચડે ચઢાવે તેવું કાર્ય કર્યું?" એક અંગ્રેજ ક્રાંતિકારી વીરને પૂછ્યું.

            "કહેવા કોણ આવે? પોતાની પ્રેરણાથી મેં મારું કર્તવ્ય પૂરું કર્યું છે. તમે કારણ પૂછો છો તો સાંભળો ! તમારા દેશના એક અંગ્રેજ એન્જીનિયરે (વિલિયમ્સ) અહીં અમારા એક ભારતીય ગાડી ચલાવવાવાળાની હત્યા કરી તો તમે એમને ઇનામ આપ્યું. પણ જયારે અમારા વયોવૃદ્ધ બાબરાવ સાવરકરે શિવાજી પાર ફક્ત થોડા શ્લોક લખ્યો તો તમારા જ આ જેક્સને તેમને કાલાપાણીની સજા કરી. આનાથી તમે મારા કાર્યના ઉદેશ્યને સમજી શકો છો."

            લક્ષમણ હસતા હસતા પોતાની ભરી જવાનીને ભારતમાતાનાં ચરણોમાં સમર્પિત કરી અમર થઇ ગયા .