infinitive Ghadiya cycle (અનંત ઘડિયા ચક્ર )

અનંત ઘડિયા ચક્ર

શીખવાની રીત 

1. ધારો કે તમારે 158નો ઘડીયો શીખવો છે 

2. શરૂવાત  0 થી કરો 158 માટે 0 થી 158 ગણવા પરંતુ અહી 0 થી 9 ચક્રમાં છે . તેથી 0 પર આવતા 10 ગણવા 1 ચક્ર પૂર્ણ થયું . 158 સુધી પહોચવા 15 ચક્ર પૂર્ણ કરવા પડે તો 150 થાય આપણે 0 પર જ છીએ પછી વધ્યા 8 જે ચક્રમાં 8 એકમ ચાલો તો 8 પર પહોચ્યા . 8 ને એકમ ના સ્થાનમાં મુકો અને ચક્રની સંખ્યા 15 એ 8ની આગળ મુકતા 158 થાય .

          158 *  1  =    158

3. હવે આપણે 8 એકમ પર છીએ ફરીથી 158 ગણવા આહી 15 ચક્ર પૂર્ણ કરે તો પહેલાનાં 15 ચક્ર ઉમેરવા પડે એટલે 15 +15 = 30 ચક્ર પૂર્ણ થયા 8 એકમ પરથી ફરીથી  8 એકમ ઘડિયાળ ના ચક્રો ની દિશામાં ગણતા ફરીથી 0 પર આવો ત્યારે 1 ચક્ર પૂર્ણ થાય તે 30 ચક્ર માં ઉમેરો તો 31 ચક્ર થાય અને આગળ વધતા 6 એકમ પર પહોચીએ છીએ  તો હવે એકમ નો અંક 6 લખવો તેની આગળ ચક્ર ની સંખ્યા 31  લખવી તો 316 થાય .

          158 * 2  =  316

4.  ફરીથી 158 ગણવા આગળ ના 31 ચક્ર પૂર્ણ છે તેમાં 15 ચક્ર ઉમેરો  31 + 15  = 46 ચક્ર પૂર્ણ થશે . હવે આપણે 6 એકમ પર હતા ત્યાંથી 8 એકમ ઘડિયાળ ની દિશા માં આગળ વધતા 0 પર આવતા 1 ચક્ર ઉમેરો તો 47 ચક્ર પૂર્ણ થશે અને આપણે  4 એકમ પર પહોચીએ તો હવે એકમ નો અંક 4 અને તેની આગળ ચક્રની સંખ્યા 47 લખતા 476 થાય .

          158 *  3  =  476

5.  ફરીથી 158 ગણવા આગળ ના 47 ચક્ર પૂર્ણ છે તેમાં 15 ચક્ર ઉમેરો  47 + 15  = 62 ચક્ર પૂર્ણ થશે . હવે આપણે 4 એકમ પર હતા ત્યાંથી 8 એકમ ઘડિયાળ ની દિશા માં આગળ વધતા 0 પર આવતા 1 ચક્ર ઉમેરો તો 63 ચક્ર પૂર્ણ થશે અને આપણે  2 એકમ પર પહોચીએ તો હવે એકમ નો અંક 2 અને તેની આગળ ચક્રની સંખ્યા 63 લખતા 632 થાય .

          158 *  4  = 632

6. ફરીથી 158 ગણવા આગળ ના 63 ચક્ર પૂર્ણ છે તેમાં 15 ચક્ર ઉમેરો  63 + 15  = 78 ચક્ર પૂર્ણ થશે . હવે આપણે 2 એકમ પર હતા ત્યાંથી 8 એકમ ઘડિયાળ ની દિશા માં આગળ વધતા 0 પર આવતા 1 ચક્ર ઉમેરો તો 79 ચક્ર પૂર્ણ થશે અને આપણે  0 એકમ પર પહોચીએ તો હવે એકમ નો અંક 0 અને તેની આગળ ચક્રની સંખ્યા 79 લખતા 790 થાય .

          158 *  5  = 790

7. ફરીથી 158 ગણવા આગળ ના 79 ચક્ર પૂર્ણ છે તેમાં 15 ચક્ર ઉમેરો  79 + 15  = 94 ચક્ર પૂર્ણ થશે . હવે આપણે 0 એકમ પર હતા ત્યાંથી 8 એકમ ઘડિયાળ ની દિશા માં આગળ વધતા 8 પર આવતા ચક્ર પૂર્ણ થશે નહિ તો ચક્ર ની સંખ્યા 94 રાખવી અને આપણે  8 એકમ પર પહોચીએ તો હવે એકમ નો અંક 8 અને તેની આગળ ચક્રની સંખ્યા લખતા 948 થાય .

          158 *  6  = 948

8. એ જ રીતે 

           158 * 7  = 1106

          158 * 8  = 1264

          158 *  9  = 1422

          158 * 10 = 1580

9. આમ તમે આસાનીથી તમે કોઈ પણ ઘડિયો  લખી શકો છો .  અને લાખતા રહો  ઘડિયા 

10. જો તમે સરળતાથી ના શીખી શકો તો તમે કમેન્ટ લખી શકો છો .


તમારો આભાર