દેશના કાર્ય માટે જમાપૂંજી અર્પણ

 દેશના કાર્ય માટે જમાપૂંજી અર્પણ 


        1908માં 'માણિકતાલા બોમ્બકાંડ'માં અવિનાશ ચક્રવર્તી પાર પણ ક્રાંતિકારી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. તેમને મુનશીના પદથી ભ્રષ્ટ કરવામાં આવ્યા. નોકરી ગયા બાદ ચક્રવર્તીએ ઉચ્ચ ન્યાયાલયમાં વકીલાત શરુ કરી. ત્યારબાદ ઈ.સ. 1914-15માં અન્ય ક્રાંતિકારીઓની સાથે તેમને પણ બંદી બનાવવામાં આવ્યા. થોડા સમય પછી જયારે તેઓ જેલમાંથી મુક્ત થયા ત્યારે તેમણે પોતાના ક્રાંતિકારી સાથી સુભાષચંદ્રની સાથે મળીને 'મહારાજ એન્ડ ટ્રેડિંગ બેન્ક'ની સ્થાપના કરી.

        બેન્ક થોડાક વર્ષો ચાલી. આ સમય દરમિયાન ક્રાંતિકારીઓને ધનની જરૂર પડી. અવિનાશ જાતે જ ભુપેન્દ્રનાથ પાસે ગયા અને કહેવા લાગ્યા : " શું દેશના કાર્ય માટે પણ ધનનો આભાવ હોઈ શકે? કદાચ તમને ખબર નહિ હોય કે કેટલું ધન અમારી પાસે બાકી છે. જેટલા ધનની જરૂરિયાત હોય તે લઇ લો. મારી પાસે જે પૈસા છે તે આખરે કોના માટે ?" એંશી હજાર રુપિયાની જમા કરાયેલી પૂજી આ દળને આપી દીધી. બેન્કનું દેવાળું જ નીકળે ને. બીજું શું થાય? પછી તો તે એકદમ નિર્ધન થઇ ગયા. આર્થિક સંકટ સહન કરતા રહ્યા. જાતે અપનાવેલી ગરીબાઈ પાર ક્યારેય પણ પશ્ર્યતાપ થયો નહિ.આવી રીતે સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાની જાતને અર્પણ કરવાવાળા જીવનવર્તી યુવાનની સમયની ભીની માટીમાં પોતાના પગલાં છોડી ગયા.