પરોપકારી બાળક

પરોપકારી બાળક 

                એક વખત સમુદ્રમાં ભયંકર તોફાનને કારણે કિનારાથી થોડે દૂર એક જહાજ ડૂબવાની તૈયારીમાં જ હતું . બેઠેલા મુસાફરોને બચાવવા માટે કિનારેથી હોડીને લઇ જવું જરૂરી હતું; પરંતુ એ હોડીને ચલાવવા માટે એક વ્યક્તિની જરૂર હતી. આવા ભયંકર તોફાનમાં પોતાના જીવનને સંકટમાં કોણ નાખે ? કિનારા પર એક બાળક ઉભો હતો. તેને આ દ્રશ્ય જોઈને દયા આવી તેથી તેણે તેની માં પાસે આ હોડીને સમુદ્રમાં લઇ જવાની પરવાનગી માંગી.

            

              બાળકની વાત સાંભળીને તેની માંના હૃદયમાં પુત્રમોહ જાગ્યો; કારણકે આ બાળકના પિતાછ મહિના પહેલા સમુદ્રયાત્રા પર  ગયા હતા અને હજી સુધી પાછા આવ્યા નહોતા. બધાએ માની  લીધું કે તે મૃત્યુ પામ્યા હશે. આ બાળક સિવાય તે સ્ત્રીનો કોઈ જ આશરો ન હતો . એણે વિચાર્યું કે જો મારા બાળકને કાંઈ થઇ જશે તો મારો કોઈ સહારો રહેશે નહિ. આવો વિચાર કરતા કરતા તેની નજર પેલા ડૂબતા જહાજ પાર પડી. એણે જોયું કે તે જહાજના  યાત્રીઓ ઘણી આતુરતાથી એ હોડીની રાહ જોઈ રહ્યા હતા, અને જહાજ પણ પાણીથી ભરાવા લાગ્યું હતું. પેલી સ્ત્રીએ વિચાર્યું કે આ બધાના ઘર પણ દૂર હશે; જો આ જહાજ ડૂબી જશે તો ન જાણે કેટલા બધા ભાઈ-બહેન, સગા-સબંધીઓને દુઃખ થશે. અને જો કદાચ હું એકલી રહી ગઈ તો કોઈ પણ રીતે મારુ ગુજરાન ચલાવીશ. તેથી તેણે પોતાના બાળકને કહ્યું કે, "મારા દીકરા ! જા ભગવાન તને જીવતો પાછો લાવે ."


                ત્યારબાદ તે બાળક હોડી લઇ જહાજની પાસે ગયો અને થોડી જ વારમાં તે બધાના જીવ બચી ગયા. સૌભાગ્યથી તે જહાજમાં તેના પિતા પણ હતા અને તે બાળક પોતાના પિતાની સાથે ઘરે આવીને માને કહે છે કે "જો માં ! તે હોડી લઇ જવાની મંજૂરી આપી હતી તેથી મારા પિતાજી પણ બચી ગયા. "

                

                તે સ્ત્રી પોતાના  પતિને જોઈ ખુબ જ પ્રસન્ન થઇ. એ બાળક બીજા લોકોના જીવ બચાવવા ગયો હતો તેથી જ તેનું ફળ સારું મળ્યું અને આ બાળક અબ્રાહમ લિંકનના નામથી વિશ્વ વિખ્યાત બન્યો.


                                                                                                        by: gujarat rajya pathya pustak mandal